શિવલિંગ નું રહસ્ય
કોઈપણ પ્રકારના ચિન્હ તથા સ્વરૂપને સંસ્કૃતમાં "લિંગ" કહેવાય. પણ જગત અને પંચભૂતાત્મક શિવજીનું કેવુ સ્વરૂપ હોવું જોઈએ? તેના સમાધાન માટે શિવજીના સ્વરૂપને લિંગ નું રૂપ આપવામાં આવ્યું. લિંગ પુરાણમાં જણાવ્યું કે સૃષ્ટિના પ્રલય પછી આ સમસ્ત બ્રહ્માંડ અંડાકૃતિ બની જાય છે. અમુક સમય બાદ એ જ અંડાકૃતિ માંથી સૃષ્ટિનો વિકાસ થાય છે આથી નિશ્ચય થાય છે કે વિનાશ અને વિકાસમાં શિવજીના સ્વરૂપનો યોગ અવશ્ય છે. પુરુષ પ્રકૃતિના સહયોગથી આ સૃષ્ટિનો આરંભ થાય છે માત્ર મનુષ્ય નહીં પરંતુ પશુ પક્ષી, કીટા પતંગ આદિ પ્રાણીઓમાં આ સહવાસના જ પરિણામે સૃષ્ટિનો આરંભ થાય છે એ પ્રકૃતિ પાર્વતીને જળધારી રૂપે અને પુરુષ સદાશિવને લિંગ રૂપે સ્થાપવામાં આવે છે વિશ્વના આરંભનું લિંગ પ્રતીક છે. સ્કંદપુરાણમાં આકાશને લિંગ અને પૃથ્વીને જળધારી પીઠ માનવામાં આવે છે. વેદોમાં પ્રમાણ આપ્યું છે કે વિશ્વની માતા ભૂમિ દેવી અને પિતા આકાશ .અને આમાં જ સૃષ્ટિ જન્મે, જીવે, લય પામે.